એથીજ જીવનના પ્રશ્નપત્રને સાવ સહેલું નથી ગણતા,
પ્રશ્નો હોય છે ખુદના જ, પણ ઉત્તર નથી મળતાં.
ચોરી કરવાની છૂટ છે પણ એના ગુણ નથી મળતાં,
એ દરેક ઉત્તર ખોટાં, જેના કોઈ પ્રમાણ નથી મળતાં.
બે જ જાતનાં પરિણામ અહીં, ‘પાસ’ કે ‘નપાસ’ મળતાં,
જાળવીને આપજો ઉત્તર કેમકે, ‘ચઢવો પાસ’ નથી મળતાં.
ફક્ત પ્રામાણિક પરિણામો અહીં, કોઈ ગફ્લા નથી
મળતાં,
તમારી ઉત્તરવહીનું મૂલ્યાંકન, કોઈ બીજાં નથી
કરતાં.
સમય ખુદનેજ નક્કી કરવાનો, કોઈ કલાકો નથી ગણતાં,
છતાંય પ્રશ્નપત્ર પૂરું કરનારાં, બહુ વધું નથી
મળતાં.
દરેકને સમાન ગણાય છે, કોઈ ભેદ નથી મળતાં,
નથી કોઈ આરક્ષણ છતાં, બહું ઉમેદવાર નથી મળતાં.
પોતાનાં પ્રશ્નો, પોતાનાં જવાબો, ને પોતેજ
મૂલ્યાંકન કરતાં,
છતાંય પરિણામ જાહેર થયે, ઝાઝાં ઉત્તીર્ણ નથી
મળતાં.
--- બૈજુ જાની.