Friday, 28 February 2014
Wednesday, 19 February 2014
કાયમ રહે છે...
લાગે છે એટલેજ પ્રેમને ઈશ્વર કાયમ ક્હે છે,
પ્રેમીઓ મળે કે ન મળે, પ્રેમ કાયમ રહે છે.
મળવું ન મળવું બધું સંજોગ આધીન રહે છે,
મુદ્દાની વાત તો એ છે કે સંબંધ કાયમ રહે છે.
મળી જાય તો ફર્ક એટલો, એ નજર સામે રહે છે,
ના મળે તોયે નજર સામે એક નજર કાયમ રહે છે.
મળી જાય તો એ ખરું, કે તે વાત કાયમ કરે છે,
ના મળે તોયે વાતવાતમાં એની વાત કાયમ રહે છે.
મળી જાય તો એની સુગંધથી ઘર મહેકતું રહે છે,
ના મળે તો પણ હવામાં એક સુગંધ કાયમ રહે છે.
-
Baiju Jani
(૧૯/૨/૨૦૧૪)
Friday, 14 February 2014
પ્રથમ પ્રેમ
કેના
શેઠ. લાખો હ્રદયોમાં વસેલી એક સફળ અભિનેત્રી. કોલેજકાળથી જ એ આકર્ષક હતી. કેટલાય
ભોળાભટ યુવાનોએ એને પ્રપોઝ કરેલું પણ કેનાનો હંમેશા એક જ જવાબ રહેતો. હું તો એક
અભિનેત્રી બનવા માંગું છું અને અભિનેત્રીઓ કોઈ આલતુંફાલતુંના પ્રેમમાં ન પડે. એ
કોઈને ભાવ ન આપતી. મનનાં ઊંડાણમાં કેનાને કોઈ ગમતું તો એ હતો,પ્રભાત રાણા. રાજવી
કુટુંબનો એક ફૂટડો નવજુવાન. એની રાજવી છટાઓ સામે કેનાને બધાં હીરો બબુચક જેવા
લાગતાં. પણ પ્રભાતનું વ્યક્તિત્વ એવું હતું કે કેના એની સાથે વાત કરતાં પણ ડરતી
હતી.
કોલેજના
વાર્ષિક સમારંભમાં જોધા અકબરનું નાટક ભજવવાનું પ્રોફેસર સાહેબે નક્કી કર્યું. અકબર
કોણ બનશે એ માટે તો પ્રભાત સિવાય એમને બીજું નામ સુજ્યું જ નહીં અને કેના અભિનયમાં
હોશિયાર અને રૂપનો અંબાર એટલે જોધા તરીકે એની પસંદગી કરવામાં આવી. નામ જાહેર થતાં
કેનાના મનમાં તો લાડુ ફૂટવા માંડ્યા. હવે પ્રભાત જોડે વાત કરવાનો મોકો મળશે એવા
વિચારોથી એ રોમાંચિત થઇ ઉઠતી. આખી કોલેજને આ પસંદગી એકદમ બરાબર લાગી. બધા જયારે
કેના અને પ્રભાતને પરફેકટ કપલ કહેતાં ત્યારે કેના મનમાં ને મનમાં ખુબ હરખાતી.
Labels:
વાર્તા
જરૂર છે...
થોડો સમય હવે આપવાની જરૂર છે,
આ પ્રેમને નજીકથી જાણવાની જરૂર છે.
ન સમજાય પ્રેમ કદી આપ-લે ના ચક્કરમાં,
કંઈ લીધાં વિના બધુય આપવાની જરૂર છે.
બદલામાં મળતો પ્રેમ ઓછો લાગશે કાયમ,
જેને આપો,તેની મોજને માણવાની જરૂર છે.
ન હોઈ શકે દુઃખનું કારણ પ્રેમ કદી પણ,
આ અપેક્ષાઓને થોડી તપાસવાની જરૂર છે.
કોણ સમજી શક્યું છે કદી બીજાને પૂરું અહીં,
ન સમજે તોય, પ્રેમ દાખવવાની જરૂર છે.
જે કહી શકાય છે એ કદી નથી હોતું પુરતું,
શબ્દની સાથે મૌન પણ, સાંભળવાની જરૂર છે.
નહીં જણાય પ્રેમને પૂરો ‘સંબંધોમાં સીમિત’,
આ ‘ભાવ’ને ‘સ્વભાવ’ બનાવવાની જરૂર છે.
-
Baiju Jani
(૧૪/૨/૨૦૧૪)
Friday, 7 February 2014
એકદમ ખાસ, The One.
સંબંધો.
અનેક પ્રકારના સંબંધો હોય છે આપણા જીવનમાં. દરેકને એક ચોક્કસ નામ. માતા, પિતા,
ભાઈ, બહેન, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, બા, દાદા વગેરે વગેરે. દરેક સંબંધ રૂપે એક
વ્યક્તિ આપણા જીવનમાં અસ્તિત્વ ધરાવે છે. જીવનમાં દરેક વ્યક્તિનું એક ચોક્કસ મહત્વ
અને ચોક્કસ સ્થાન હોય છે. પણ આજે વાત કરવી છે એવા વ્યક્તિની જે એકદમ ખાસ હોય છે. આ
બધાં નામોમાંથી જ એક, પણ કોઈ ચોક્કસ નહીં. દરેક
વ્યક્તિ માટે અલગ અલગ. કોઈના માટે માતા, કોઈના માટે પિતા, તો કોઈના માટે પતિ,
પત્ની, પ્રેમી, મિત્ર, ભાઈ કે દાદા. તેની સાથેનો સંબધ સૌથી અલગ. હા, દરેકના
જીવનમાં એક એવી વ્યક્તિ જરૂર હોય છે જેને તમે કહી શકો, એકદમ ખાસ, The One.
કહેવાનો
મતલબ બિલકુલ એવો નથી કે બીજાં સંબંધો તેના કરતાં ઉતરતાં છે. પણ એ વ્યક્તિ ખાસ એટલા
માટે બની જાય છે કે એ તમારામાં રહેલી સંભાવનાને જુએ છે. તમારા Potential ને ઓળખે
છે. દરેક વ્યક્તિમાં કંઇક વિશેષ કરવાની સંભાવના હોય છે. પણ મોટાભાગે એ વ્યક્તિને
કાં તો ખબર નથી હોતી યા તો પોતાનાં પર
વિશ્વાસ નથી હોતો પરંતુ એને તમારા પર હંમેશા વિશ્વાસ હોય છે. અને આ જ કારણથી એ
વ્યક્તિ ખાસ બને છે. દરેક બીજમાં વૃક્ષ બનવાની સંભાવના હોય છે. પણ માત્ર સંભાવનાથી
બીજ વૃક્ષ નથી બની જતું. કોઈ આ બીજને જમીનમાં રોપે છે, તેને સમયસર પાણી આપે છે અને
એ વૃક્ષ ન બને ત્યાં સુધી તેનું રક્ષણ કરે છે. આવું જ કંઇક કામ એ વ્યક્તિનું હોય
છે.
આટલું
વાંચ્યા પછી તમારા મનમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આવી ગયું હશે. જો હા, તો બહુ
સરસ. જો ના તો આ ચોક્કસ વ્યક્તિને કેમ ઓળખાય તેની વિશે થોડી વાત કરીએ. શું તમારા
જીવનમાં કોઈ એવું વ્યક્તિ છે જે હંમેશા તમારી જોડે સારી રીતે વર્તે છે? દરેક
સંબંધોમાં ખાટીમીઠી ચાલ્યા કરતી હોય છે પણ કોઈ એવું પણ છે જેની જોડે તમે કદાચ કોઈ
વાર ખરાબ વર્તન કર્યું હશે પણ તેનું વર્તન કદી બદલાયું નથી? જયારે તમે જીવનમાં
હારી ગયા હોવ કે કંઈ પણ બરાબર લાગતું ન હોય ત્યારે તમે કોઈની પાસે દોડી જાવ છો,
અને તેની પાસે જઈ બીજીજ મીનીટે તમને બધું બિલકુલ બરાબર લાગવા માંડે છે? (અહીં એ
કહ્યા વગર રહેવાતું નથી કે હજી બે વર્ષ પહેલા સુધી, મારા દાદા હયાત હતાં. હું
ઘણીવાર એમની પાસે જઈને એમના ખોળામાં સુઈ જતો. બધાને માટે એ ખાલી વ્હાલભર્યું વર્તન
જ હતું પણ મારા માટે એ અનુભવ વર્ણવી શકાય તેવો નથી.) જયારે તમે કોઈ મુશ્કેલીમાં હોવ
કે બસ એમ જ ઉદાસ હોવ ત્યારે કોઈ ચોક્કસ માણસને મળવાનું કે તેની સાથે વાત કરવાનું
મન થાય છે? કોઈ એવું વ્યક્તિ છે જેનાથી તમે કોઈ પણ વાત છુપી રાખવા માંગતા નથી?
જયારે તમે કોઈને ખુબ યાદ કરતાં હોવ ત્યારે જ તેમનો ફોન આવી જાય કે એ ખુદ આવી જાય
એવું વારંવાર બને છે? જયારે તમે દુઃખી હોવ ત્યારે મળતાંવેત જ કોઈ તમને પૂછી લે છે
કે, શું થયું? શું કોઈને માત્ર મળીને કે માત્ર તેમની સાથે બેસીને કે ખાલી થોડી આડી
અવળી વાતો કરીને તમને આનંદ આવે છે? આવો કોઇપણ અનુભવ જેની જોડે થતો હોય અને એક જ
વાક્યમાં કહેવું હોય તો જેની સાથે અને જેની પાસે તમે આરામનો અનુભવ કરતાં હોવ એ છે The
One.
આ
વિશિષ્ટ વ્યક્તિ આપણી ખુબ જ નજીક હોઈ શકે છે અને ઘણીવાર ખુબ દૂર. એનાથી બહુ મોટો
ફર્ક નથી પડતો. એનું હોવું એ જ એક મોટી વાત છે. એ હંમેશા તમારા માટે પ્રેરણારૂપ
બની રહે છે. જરૂર છે બસ એને ઓળખવાની.
સભાનપણે. બહુ ઊંડે તમને એ ખબર જ હોય છે એ કોણ છે પણ જયારે તમે એને સભાનપણે ઓળખો છો
ત્યારે જ તમે તેને એવું માન અને પ્રેમ આપી શકો છો જેના માટેના તેઓ હકદાર છે. એ છે
અને તમે પણ છો ત્યાં સુધીમાં એમને એ કહી દેવું ખૂબ જરૂરી છે કે, “મારા જીવનમાં
આવવા માટે તમારો આભાર.” જયારે તમે તેની આંખમાં આંખ નાખીને આમ કહો ત્યારે જો તમે
બંને આગળ કંઈ બોલી ન શકો, બંને
ચહેરા પર સ્મિત હોય અને હ્રદયમાંથી કોઈ ઉમળકો આંખ વાટે વહી જાય તો માનજો કે, એ જ
વ્યક્તિ છે, THE ONE.
-
Baiju Jani.
Labels:
લેખ
Friday, 31 January 2014
સુખનો અર્થ
લાગે સુખ, જે નથી તેમાં, મળતાં લાગે વ્યર્થ,
બને આમ, તો થાય પ્રશ્ન, સુખનો છે શું અર્થ?
જેમ ક્ષિતિજે, ધરા ને આભ, મળતાં એવો ભ્રમ,
સુખ હંમેશા દૂર શોધવું, મનનો એવો ક્રમ.
દૂર ડુંગર, લાગે સુંદર, પાસે જતાં પથરાં,
મળતું તેમાં, દુઃખ શોધવું, મનનાં એવા નખરાં.
બીજાં કરતાં સુખ વધારે જયારે પાસે આવતું,
સુખી વધારે, મારાં કરતાં, ફરી કોઈ લાગતું.
કોઈ મળેના જેણે જગમાં બધું જ પામી લીધું,
સંતોષ માત્ર સુખની ચાવી, એવું એટલે કીધું,
ઝાંઝવા જળ જોઇને દોડે, મૃગ સદા એ દુઃખી,
મળતું તેમાં આનંદ પામે, નર સદા એ સુખી.
ખોટા સુખની શોધમાં જેઓ, આખું જીવન ભમતાં
કંઈ ન મળતાં, અંત સમયે, દુઃખી વદને ફરતાં.
સુખ શોધવા આંખ મીંચીને ભીતર મારો ગોતા,
છેક હિમાળે પહોંચી સાધુ, સુખને ભીતર જોતાં.
-
Baiju Jani
(૩૧/૦૧/૨૦૧૪)
Monday, 27 January 2014
TAKE IT EASY
Many times, when somebody is
angry or disturbed, we used to say him ‘take it easy’. But when we are in the same situation, we are
unable to take it easy. Why?
The words we use have a
meaning in them. Instead of using them with the meaning in the mind, we use it
habitually. They are not more than a recorded tape. Same is the case with ‘take
it easy’. To understand it more, let’s divide it into two parts. First is ‘take
it’ and the second is ‘easy’.
‘Take it’ says,
The
situation may not be as we have expected it should be. In fact, the situation
has nothing to do with our expectations or should be. It just happens. There is
nothing wrong or right in it. Wrong and right are created by the human mind.
When we are not ready to accept the situation, the fight begins. When anything
unexpected happens, we first deny them. The moment we deny, disappointment and
anger starts. In this state of mind we cannot think of coming out of that
situation. So first we have to learn to accept everything. Do not resist. Do
not deny. Simply ‘take it’.
‘Easy’
says,
Easiness
means without any efforts. It is just like breathing. When we do something with lots of efforts,
there will be a time when we will get tired and we will put it aside. We can’t
do that anymore. When a painter paints there are no efforts but joy. When a
poet writes there is a tremendous joy inside.
One cannot paint or write with efforts if there is no joy for doing it.
It cannot be done just for the show off. It may be tried with efforts but soon
there will be end of it. When we do something for no reason, just for the joy
of doing it, it happens easily.
Now when we
accept anything, the acceptance is of two types.
We accept
the situation but still there is a pain inside. The fight is continue inside.
But we just show that we have accepted the situation. In this case it will more
harmful to us. When we show other than the actual, it the biggest fight that
can happen inside. Only frustration can come out of it. So take it easy says,
when you accept the situation, accept it with the full heart. There should not
be any fight inside. Accept it easily.
Now the
question arises how we can accept anything easily. The only hurdle in accepting
anything is our assumption of the situation. How things should be, is the most
common subject on which our thoughts run continuously. When we stop deciding
anything, when we don’t have any choice about anything, there cannot be any
fight. Whatever comes, we are ready to accept. When we keep this in mind, no
situation can disturb us. When there is no disturbance in mind, there will not
be any anger. When there is no anger, we can address the situation the way it
should be addressed.
So next
time when you say ‘take it easy’, keep its meaning in mind and the situation
will become easy for you.
Labels:
Articles
Subscribe to:
Posts (Atom)